Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઊંઝા APMCમાં સત્તા પરિવર્તન: આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત:ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલનો પરાજય

સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળી, ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને જીતની ઉજવણી કરી

  ઊંઝા : એશિયા ખંડની સૌથી મોટી ગણાતી ઊંઝા APMCની મતણતરી ચાલી રહી છે ત્યારે 33 વર્ષ પછી સત્તા પરિવર્તન થયું છે. ખેડૂત પેનલમાં વિકાસ પેનલની જીત થઇ છે. આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત થઇ છે. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ છે

 . દિનેશ પટેલના સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળી, ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને જીતની ઉજવણી કરી હતી.
ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાઈ રહેલી હાઇ વોલ્ટેજ ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. ઊંઝા APMCની રવિવારે સવારે 9થી 5 વાગ્યા સુધી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી ચાલી હતી

(2:21 pm IST)