Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમદાવાદના રીવે ફ્રન્ટમાં કેસર કેરી મહોત્સવ : રાજ્યની 50 જેટલી મંડળીઓએ ભાગ લીધો

કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના ગ્રાહકો સાથે સીધું વેચાણ

અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવ 2019નું આયોજન કરાયું છે જેમાં 50 જેટલી મંડળીએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. આ મહોત્સવમાં મેયર બીજલ પટેલ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના હોદેદારો હાજર રહ્યા હતા.

  આશ્રમ રોડ વલ્લભ સદન પાછળના રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મેયર બીજલ પટેલે રીબીન કાપીને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા જાતે માવજત કરીને ઉગાડેલી કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના ગ્રાહકો સાથે સીધું વેચાણ કરવામાં આવશે. 50થી વધુ મંડળીઓ રાજ્યભરમાંથી ભાગ લેવા આવી હતી. આ મહોત્સવમાં કાર્બાઈડ મુક્ત કેરીનું જ વેચાણ કરવામાં આવશે જેના માટે ટેસ્ટ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. આ મહોત્સવથી લોકોને કાર્બાઈડ મુક્ત કુદરતી રીતે પકવેલી કેરીની મજા માણવા મળશે.

(1:59 pm IST)