Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અંધશ્રધાએ વધુ એક બાળકીનો ભોગ લીધો :લાખણી ગામમાં બીમાર દીકરીને ડામ આપ્યા :તબિયત લથડી :હાલત ગંભીર

બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રધ્ધાએ એક બાળકીનો ભોગ લીધો છે  તાજેતરમાં જ એક બાળકને માંદગીને લઈ ડામ દેવાની ઘટના બની હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેના થોડા જ સમય બાદ ફરી એક 12 માસની બાળકીને ડામ દેવાની ઘટના પ્રકાશમાં આવી છે.

   મળતી વિગત મુજબ લાખણી ગામમાં રહેતો એક પરિવારની 1 વર્ષીય બાળકીની તબિયત ખરાબ થતાં સારવાર અર્થે પરિવારે હોસ્પિટલની જગ્યાએ અંધશ્રધ્ધામાં માસૂમ બાળકીને ડામ દેતા તેની તબિયત લથડી પડી છે. જેથી તેને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ છે. ઘટના પ્રકાશમાં આવતા બનાસકાંઠા જિલ્લામાં હોહા મચી જવા ગઈ છે.

(1:42 pm IST)