Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદમાં TREE SUMMIT 2019 નું આયોજન...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના સૌજન્યથી અમદાવાદમાં TREE SUMMET 2019 – ટ્રી સમીટ ૨૦૧૯ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. TREE SUMMET 2019 – ટ્રી સમીટ ૨૦૧૯ એ વૃક્ષારોપણ ઉપરનો પ્રોગ્રામ છે. ગુજરાત રાજ્યમાં ઘટતા જતા જંગલોને ધ્યાનમાં રાખી તેમજ કોક્રીટ જંગલોમાં કુદરતી જંગલોનો વધારો થાય તે હેતુને ધ્યાનમાં રાખીને  આ કાર્યક્રમ યોજાયો હતો. TREE SUMMET 2019 – ટ્રી સમીટ ૨૦૧૯ નો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ૮ લાખ રોપાઓ રોપી, ઉછેરી અને સંવર્ધન કરવાનો છે. માત્ર વૃક્ષારોપણ કરી ફોટા પાડી ભૂલી જવાનો નથી તેમજ આપણે પણ ખાઈને છુટા પડવાનું નથી. ટ્રી સમીટ ૨૦૧૯ માં સમગ્ર ગુજરાતમાંથી વૃક્ષ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ એકદિવસીય પ્રોગ્રામમાં મંતવ્યો, સુઝાવો તેમજ પરામર્શ કરી, અવનવી પદ્ધતિઓને સમજી, કયા કયા વૃક્ષો વાવવા જોઈએ, કેવા વૃક્ષો ઉગાડવા જોઈએ, રોપાઓ ક્યાંથી અને કેવી રીતે મળશે તેમજ વૃક્ષોનું  સંવર્ધન અને સંરક્ષણ કેવી રીતે કરી શકાય એ તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તથા યુવા કાર્યકરો, સવજીભાઈ ધોળકિયાના પ્રતિનિધિ રાજેશ ધોળકિયા, દેવેન શેઠ – શેઠ બ્રધર્સ (કાયમ ચૂર્ણ), જીતુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, અહમદભાઈ પઠાણ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ હાજર રહ્યા હતા.

 

 

(12:34 pm IST)