Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સંતોનો પ્રવેશોત્સવ ઉજવાયો

    અમદાવાદ તા.૧૦ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી માંડીને આચાર્ય (એમ..) સુધીના ૨૦૦ જેટલા ઋષિકુમારો નિઃશુલ્ક રીતે અભ્યાસ કરે છે. સાથે સાથે જુનાગઢ, વડતાલ, ગઢડા, મુંબઇ, હરિદ્વાર, બુરાનપુર-સાવદા (મહારાષ્ટ્ર), વગેરે ધર્મસ્થાનોમાંથી ૪૦ જેટલા સંતો સંસ્કારસભર શિક્ષણ સાથે શાસ્ત્રી-આચાર્ય તેમજ ડીગ્રી કોર્સમાં વ્યાકરણ, ન્યાય, વેદાન્ત, મિમાંસા, ઉપનિષદ, ગીતા, શ્રીમદ્ ભાગવત, સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોનો તથા અંગ્રેજી અને કમ્પ્યુટરનો અભ્યાસ કરી રહ્યા છે.

    નૂતન વર્ષ શરુ થતા નવા પ્રવેશ પામેલ તેમજ જુના સંત-વિદ્યાર્થીઓને વિદ્યાલયમાં પ્રવેશ કરતા પહેલા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભાલે કુમકુમનો ચાંદલો કરી પૂર્ણકુંભથી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.

    વિદેશ વિચરણ કરી રહેલ શા. માધવપ્રિયદાસજી સ્વામીએ ફોનથી સૌ સંતોને આશીર્વાદ આપ્યા હતા.

      ત્યારબાદ શ્રી એસજીવીપી ગુરુકુલમાં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના દર્શન કરી પાઠશાળામાં બિરાજીત વિદ્યાદેવી સરસ્વતી માતાના ચરણમાં શ્રીફળ અને સાકરનો પડો મૂકી મંત્રગાન સાથે સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ કર્યો હતો.

 

(12:33 pm IST)