Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આજકાલ કેટલાક લોક જય શ્રીરામ બોલવાથી ભુરાયા થાય છે : મોરારીબાપુ

કથાકાર મોરારીબાપુનો આડકતરી રીતે મમતા બેનરજી પર પ્રહાર

અમદાવાદ તા ૧૦  :  ગુજરાતના મોરારીબાપુ રામાયણના પ્રખ્યાત કથાકાર છે. તેઓ અવારનવાર પોતાની કથાઓમાં રાજકીય પ્રવાહોને લઇને ટકોર કરતા હોય છે. મોરારીબાપુએ અમદાવાદમાં એક કથામાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પર પ્રહાર કરીને આડે હાથ લીધાં હતાં. મોરારીબાપુએ અમદાવાદમાં એક કથામાં દીદીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આજકાલ કેટલાક લોકો જયશ્રીરામ બોલવાથી ભુરાયા થાય છે. તેમને સત્તામાં મોટો ફટકો પડતાં તેઓ ગાંડાની જેમ બીજાની પાછળ દોડી રહ્યાં છે. હવે દેશમાં જય શ્રી રામ બોલવું પણ ભારે પડી રહ્યું છે, કારણ કે કેટલાક લોકો એનાથી ભુરાયા થાય છે. આ સિવાય મોરારીબાપુ મમતા બેનરજી પર આકરા પ્રહારો કરીને વરસ્યા હતા.

(11:59 am IST)