Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

થરાદમાં બળબળતા બપોરે જાહેરમાર્ગ પર નવજાત મૃત બાળકીને ત્યજી દેતા અરેરાટી

રેફરલ વિસ્તારમાંથી મૃત બાળકી મળતા શહેરમાં અનેક ચર્ચાઓ જાગી

થરાદના રેફરલ ત્રણ રસ્તા પાસે બળ બળતા બપોરના સમયે જાહેર માર્ગ પર કોઈ શખ્સો નવજાત મૃત બાળકીને ત્યજી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા મૃત બાળકીને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, રેફરલ વિસ્તારમાંથી મૃત બાળકી મળતા શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે

(10:56 pm IST)