Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ધરમપુર નજીક ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતા ચાર મુસાફરોને ઇજા

ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પર વહિયાળ પાસે ટ્રકે અચાનક બ્રેક મારતા બસ અથડાઈ

વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

 આ અંગે જાણવા મળ્યા મુજબ  બસ જ્યારે ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પર જઈ રહી હતી ત્યારે વહિયાળ પાસે આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી બસ ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ. જેના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, અને 4 જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી.

(9:56 pm IST)