Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદના એસજી હાઇવે પર ગોતા બ્રિજ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

સ્ટિયરિંગ કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો તોડી નાખ્યો અને સામે આવી રહેલી ઇનોવા કારને ટક્કર મારી : ડસ્ટરના ચાલક અને અન્ય ત્રણ વ્યક્તિને ઇજા

અમદાવાદના એસજી હાઈવે પર આજે બપોરના સમયે ઈનોવા અને ડસ્ટર કાર વચ્ચે ગમખ્વાર અક્સ્માત થયો હતો. આ અક્સ્માતમાં એક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ જયારે અન્યને ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ એસજી હાઈવે ખાતે બે કાર વચ્ચે ભયાનક અક્સ્માત થયો હતો. જેમાં ઝાયડ્સ તરફથી આવતી ઇનોવા કાર ગોતા બ્રિજ ચઢતી હતી સોમવરે સાંજે 5.30 વાગ્યાના સમયે સામેથી આવતી ડસ્ટર કારના ચાલકે કાર પર કાબુ ગુમાવ્યો હતો. કાર ચાલક સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. કાર એટલી હદે સ્પીડમાં હતી કે, સ્ટ્રીટ લાઈટનો થાંભલો તોડી નાખ્યો અને સામે આવી રહેલી ઇનોવા કારને ટક્કર મારી હતી. ઇનોવામાં સવાર ચાલકને સામાન્ય ઇજા થઇ હતી અને ડસ્ટરના ચાલક અને અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ચોથો વ્યક્તિ કારમાંથી બહાર નીકળી બ્રિજ નીચે પટકાયો હતો. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જો કે, છત્રાલ અને નંદાસણ વચ્ચે હાઈવે પર ચડાસણા ગામના પાટિયા પાસે ટોરેન્ટ ફામા સામે લકઝરીની અડફેટે રિક્ષા આવતા ભયાનક અકસ્માત થયો હતો. જેમાં મહિલા સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.આ અક્સ્માત સર્જી લકઝરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી તેની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે. જો કે, આ બનાવને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લોકોને વેર વિખેર કર્યા હતા

(10:00 pm IST)