Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વલસાડ જિલ્લાના તાલુકાઓમાં કોરોના ગાંડોતૂર : આજે ૯૫ નવા કેસો નોંધાયા:.૯ ના કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી: વલસાડ જિલ્લાના તાલુકા માં કોરોના ગાંડોતૂર થયો હોય તેમ અટકવાનું તો દૂર ધીમો પણ નથી પડતો.
   જીલ્લાના તાલુકા માં આજે વલસાડ ૨૪, પારડી ૯, વાપી ૩, ઉમરગામ ૩૧, ધરમપુર ૧૬, અને કપરાડા ૧૨ મળી કુલ ૯૫ કેસો સામે આવેલ છે.
  એટલું જ નહિ આજે કોરોના એક જ દિવસમાં ૯ દર્દી ઓ ને ભરખી જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. જોકે આજે ૧૧૭ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે.
  હાલ જીલ્લા માં ૧૧૦૯ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:04 pm IST)