Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મહેસાણા તાલુકાના ધોળાસણ પૂર્વ મંજૂરી વગર બે દીકરીઓના લગ્ન કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા:તાલુકાના ધોળાસણ ગામમાં પૂર્વ મંજૂરી લીધા સિવાય પોતાની બે દિકરીઓના લગ્ન કરનાર પિતા અને પુત્ર સામે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

ઘટના અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે લાંઘણજ પોલીસની ટીમ કોવિંડ અંગેના જાહેરનામા સંદર્ભેની કામગીરીમાં હતા. તે વખતે બાતમી મળી હતી કે ધોળાસણ ગામમાં રહેતા ભોપાજી ઉર્ફે ગુગાજી હમીરજી ઠાકોર નિયમોનુસાર લગ્ન રજીસ્ટ્રેશન નોંધણી કે પૂર્વ મંજૂરી લીધા સિવાય પોતાની બે દિકરીઓના લગ્ન કરાવી રહ્યા છે. જેથી પોલીસ સ્ટાફે તેમના ઘરે પહોંચી તપાસ કરતાં અહીં લગ્નનો મંડપ બાંધવામાં આવ્યો હતો. જ્યારે સ્થળે હાજર ભોપાજી અને તેમના દિકરા કૌશીક ઠાકોરની પુછપરછ કરતાં તેમણે લગ્ન અંગે કોઈપણ મંજૂરી લીધી કે નોંધણી કરાવી હોવાનું જણાવ્યું હતું. વળી જગ્યાએ સોશિયલ ડીસ્ટન્સીંગનું પણ પાલન કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. જેથી એએસઆઈ જયરામભાઈએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ભોપાજી ઉર્ફે ગુગાજી હમીરજી ઠાકોર અને કૌશીક ભોપાજી ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

 

(5:51 pm IST)