Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વિસનગરમાં કોરોના સંક્રમણને કારણે બજારમાંથી યુવાન દર્દીની લાશ મળી આવતા તર્કવિતર્ક સર્જાતા તપાસ હાથ ધરવામાં આવી

વિસનગર: શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે. પોઝીટીવ કેસ ઘટવાનુ નામ લેતા નથી. ટેસ્ટીંગ કીટ તથા વેક્સીનની શોર્ટેજથી લોકોમાં રોષ છે. ત્યારે આવા મહામારીના સમયે શહેરમાં ત્રણ દરવાજા ટાવરના ઢાળમાં મહેસાણા નાગરિક બેંકની પાસે એવરન્યુ શુટીંગ શર્ટીંગ શો-રૃમના ઓટલા ઉપર એક બીનવારસી હાલતમાં લાશ મળી આવતા હવે સારવારના અભાવે મહામારીમાં રસ્તામાં લાશો જોવા મળશે કે શુ તે વિચારથી લોકો કાંપી રહ્યા છે. શો-રૃમ માલિક હિરેન પટેલ દ્વારા બીનવારસી મૃતદેહ પડયો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. લાશની બાજુમાં દવાઓ મળી આવી હતી. ડાયેરીયા થઈ જતા સિવિલ હોસ્પિટલમાંથી દવાઓ લીધી હોવાનુ જાણવા મળ્યુ હતુ. વિસનગર પોલીસે તપાસ કરતા વિસનગર તાલુકાના પાલડી ગામનો ૩૬ વર્ષની ઉંમરનો નાગજી રેવાજી ઠાકોર હોવાનુ માલુમ પડયુ હતુ. શખ્સ છેલ્લા ઘણા સમયથી રખડતો ભટકતો હતો અને મજુરી કરતો હોવાનુ તેના કાકા કાન્તીજી વિરાજી ઠાકોરે પોલીસ નિવેદનમાં જણાવ્યુ હતુ. પીએમ કરવા માટે સંમત નહી થતા લાશ વારસદારોને સોપી હોવાનુ જાણવા મળ્યુ છે.

 

(5:50 pm IST)