Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વડોદરામાં કોરોના સંક્ર્મણ અટકાવવા જાહેર કરાયેલ લોકડાઉનનો ભંગ કરી રેસ્ટોરંટમાં જમવા બેઠેલ પાંચ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન જાહેર કરાયું છે તેમજ રેસ્ટોરેન્ટમાં જમવા પર પ્રતિબંધ છે તેવા સમયે ગોત્રીમાં એક રેસ્ટોરન્ટમાં જમી રહેલા પાંચ જણાંને પોલીસે ઝડપી પાડયા હતા.

ગોત્રી પોલીસની ટીમ ગઇરાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મકરંદ દેસાઈ રોડ પર સિઝલિંગ વોક નામની એક રેસ્ટોરન્ટ ચાલુ હોવાનું જણાવતા પોલીસે તપાસ કરી હતી. સમયે રેસ્ટોરન્ટની અંદર ટેબલ ઉપર પાંચ જણા ભોજન કરી રહ્યા હતા.

પોલીસે પાંચેય જણા ની અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પૂછપરછમાં રેસ્ટોરેન્ટ પણ સંચાલક (1) આસિમ રફિકભાઈ મોતીવાલા (બેનરજી પાર્ક વાસણા રોડ) હોવાનું તેમજ રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ચાર માં (2) ઓવેશ અયુબ ભાઈ પટેલ (તાંદલજા ગામ,સરપંચ ફળિયુ) (3) સફવાન શહીદ પટેલ (મુનશી કોલોની, વાસણા રોડ,બીના નગર)(4) રાહિલ આરીફ ભાઈ શેખ (સાયબા સાઈટ્સ, સનફાર્મા રોડ) અને (5) રાકીબ યુનુસભાઇ કોન્ટ્રાક્ટર (નૂરાની કોમ્પ્લેક્સ, તાંદલજા રોડ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તમામ સામે જાહેરનામાનો ગુનો નોધી કાર્યવાહી કરી હતી.

(5:39 pm IST)