Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

હળવી સજાવાળા કેદીઓને જેલ મુકત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત ગૃહ મંત્રાલયનું માર્ગદર્શન માગતા ગુજરાત જેલ વડા ડો. રાવ

સુપ્રિમ અદાલત પ્રથમ લહેર મુજબની પેટર્ન અનુસરી સમય બગાડ્યા વગર કાર્યવાહી માટે આગ્રહી ? ભારે ધમધમાટ

કેદીઓના જીવ બચાવવા ઝઝૂમતા જેલ અધિકારીઓ, સ્ટાફ અને પરિવારની ગુજરાતભરમાં નિષ્ણાત તબીબો મારફત આરોગ્ય ચકાસણી 

રાજકોટ તા.૧૦, જેલમાં રહેલા કેદીઓ પર વોચ રાખી તેમની તબિયતની કાળજી લેવા માટે ગુજરાતભરના જેલ સુપ્રિ.થી લઇ વિવિધ જેલના જેલર અને સિપાહી તથા તેમના પરિવાર માટે રાજકોટ સહિતની ગુજરાતભરની વિવિધ જેલોમાં ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા સફળતાપૂર્વક આયોજન થયું છે.

 ઉકત બાબતે રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા વિવિધ જેલ  સ્ટાફ તથા તેમના પરિવાર પર સંક્રમણનો ભોગ બનતો અટકાવવા સાથે તેવો ને સમયસર તબીબી માર્ગદર્શન મળે અને તાત્કાલિક સારવાર થાય તેવો ઉમદા હેતુથી કૉવિદ ગાઈડ લાઈન પાલન સાથે અને સોશ્યલ ડિસ્ટન્સ અમલ પાલન સાથે આયોજન દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ જેલોમાં નિયત સંખ્યા કરતા વધુ કેદીઓ હોય તેને કારણે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પ્રથમ લહેર માફક હળવી સજા વાળા કેદીઓને જમીન પર છોડવા આપેલ નિર્દેશ અંગે જેલ વડા ડો. કે. એલ.એન રાવ દ્વારા 'અકિલા' દ્વારા પુછાયેલ પ્રશ્નોમાં ઉકત બાબતે ગૃહમંત્રાલય અને હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ અમલવારી કરવામાં આવશે તેમ જણાવેલ.         

 દરમિયાન સૂત્રોમાંથી એવી પણ માહિતી મળી છે કે ગત વર્ષે જે સર્વે થયેલ તે મુજબની અમલવારી કરવાથી કામગીરી ઝડપી બની શકે, સુપ્રીમ અદાલતના આ નિર્ણય બાદ ગુજરાતનું જેલ તંત્ર સજ્જ થવા આ માટેની તૈયારીઓમાં લાગી ગયાનુ સૂત્રો ઉમેરે છે.

(5:34 pm IST)