Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પાડોશી રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકોને RTPCR ટેસ્ટ વગર આવકાર?! ચિંતાની લાગણી

સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કે બીજું કઈ? બોર્ડર પર રેપિડ ટેસ્ટ કરી પછી જ પ્રવેશ અપાતો હોવાનો તંત્રનો દાવો

જીતેન્દ્ર રૂપારેલિયા .. વાપી તા.૧૦,  આપણાં પાડોશી રાજ્યોમાંથી આવતા લોકો માટે કોરોના માટે ખૂબ જ જરૂરી માનવામાં આવતા  RTPCR  ટેસ્ટ વગર પરવાનગી આપવામાં આવી હોવાના અહેવાલોએ ભારે ચકચાર સાથે ચિંતાની લાગણી પ્રસરાવી છે.

 ઉકત બાબતે સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુપ્રીમ અદાલત દ્વારા અપાયેલ ચોક્કસ નિર્દેશ મુજબ Rtpcr માટે આગ્રહ રાખવામાં આવતો નથી. 

 આમ છતાં બહારથી પ્રવેશનાર લોકોના કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરી કોઈ પોઝિટિવ જણાયતો તેમને પ્રવેશ આપતા પહેલા સારવાર માટે મોકલી અપાઈ છે. આરોગ્ય સ્ટાફ દ્વારા આ કાર્યવાહી થાય છે. જેમાં પોલીસ પણ મદદ કરી કોઈ કાયદો વ્યવસ્થા  ન ખોરવાઇ તે માટે સક્રિય રહે છે.

(4:20 pm IST)