Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજસ્થાન-ગુજરાત બોર્ડર સીલ, એસટી બસોના પ્રવેશ પર પ્રતિબંધ

કોરોના સંક્રમણ વધતા કડક પગલાઃ રાજસ્થાનથી ગુજરાત આવતા લોકો માટે આરટી-પીસીઆર રીપોર્ટ ફરજીયાત

ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત રાજસ્થાન-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા   ૨૪ મે સુધી લૉકડાઉન આપવામાં આવ્યુ છે. બીજી તરફ ગુજરાતમાં રાત્રિ કરર્ફ્યૂ જેવા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. રાજસ્થાન-ગુજરાતની બોર્ડરને સીલ કરવામાં આવી છે.

 કોરોના સંક્રમણ વધતા ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સીલ કરવામાં આવી છે. રાજસ્થાન જતા લોકોને આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે. ૧૦મે ૨૪ મે સુધી રાજસ્થાનમાં લૉકડાઉન છે. એસટી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવશ્યક માલવાહક વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

 રાજસ્થાનમાંથી ગુજરાત આવતા વ્યકિતઓ પાસેથી ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જોકે, રાજસ્થાનથી આવતા અનેક લોકો રિપોર્ટ બતાવ્યા વગર ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે. રતનપુર બોર્ડર પર વાહન ચાલકોને અટકાવીને આરોગ્ય-પોલીસની ટીમ ચેકિંગ કરે છે. જોકે, સુવિધાના અભાવે કર્મચારીઓને કોરોના સંક્રમિત થવાનો ડર લાગી રહ્યો છે. આ ટીમો પાસે સેનેટાઇઝર, પીપીઇ કિટ સહિતના સલામતીના કોઇ સાધનો જ નથી.

(4:20 pm IST)