Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સાહેબ ખાવાનું નહિ પણ, અમને કોરોનાના કીટાણુંથી બચવા PPE કીટ આપો : સબ વાહીની ચાલકની માંગ

ક્રાઈમ બ્રાન્ચ અને “તુલસી વલ્લભ નિધી” કર્મા ફાઉન્ડેશન દ્વારા ફૂડ પેકેટ, પીપીઈ કીટ અપાશે

અમદાવાદ: લોકોના માનસમાં પોલીસની છબી ફરી એકવાર સારી રીતે ઉભરી આવી હતી. કોરોના મહામારીમાં પોલીસ હવે સંસ્થાઓને સમજાવી લોકોની મદદે લાવી રહી છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યારે સફાઈ કામદાર, એમ્બ્યુલન્સ ચાલક અને સબ વાહીની ચાલકને પોલીસ મળી હતી તેમને આ મહામારીમાં શુ જરૂર છે તેની વાત થતા તેમણે પીપીઈ કીટની માંગણી કરી હતી. જેથી તેમને સુરક્ષા મળે તે હેતુથી તેમને જે જોઈએ તે મુજબ મદદ શરૂ કરી હતી

રાજયમાં કોરોના મહામારી દરમ્યાન દરેક લોકો અને સંસ્થાઓ હવે લોકોની મદદે એવી રહી છે. મહામારીમાં લોકોને મદદ મળે તે માટે સતત 24 કલાક ફરજ બજાવતી અમદાવાદ શહેર પોલીસ, ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, ફાયરબ્રિગેડ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ તેમજ PPE કીટ મળી રહે તેવી વ્યવસ્થા પોલીસ અધિકારીઓએ ગોઠવી છે.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને “તુલસી વલ્લભ નિધી” કર્મા ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. સમગ્ર શહેરમાં મીની લોકડાઉન અને રાત્રી કરફ્યુમાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓને દરરોજ 2500 જેટલા TGB હોટલના ફૂડ પેકેટ વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલ ખાતે ફરજમાં રોકાયેલા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો અને દર્દીના પરિવારજનોને દરરોજના 400 ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવે છે. જેમને પીપીઈ કીટ જોઈતી હતી તેમને તેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.

(11:35 pm IST)