Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ધાનપોર ગ્રામ પંચાયતની અનોખી પહેલ : ગ્રામજનોને ઘર બેઠા જન્મ-મરણના દાખલા પહોંચાડવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશમાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા કપરા સમયમાં સરકારી કચેરીઓ માંથી દાખલા લેવાં પડતી મોટી કતારોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી હોય જેથી નાંદોદ તાલુકાના ધાનપોર ગ્રામ પંચાયતના તલાટી વિજયભાઈ અને સરપંચ દ્વારા ગ્રામજનોને ઘર બેઠાં સેવા શરૂ કરતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને વધુમા તલાટી કમ મંત્રી દ્વારા એક વ્હોટ્સએપ નંબરની હેલ્પલાઇન પણ શરૂ કરી દાસ્તવેજો ની નકલ ખરાઈ કરીને આપવાની કામગીરી પણ કરવામા આવી છે

(10:46 pm IST)