Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સોઢલીયા ગામમાં દિવાલ બનાવવા બાબતે માર મારી ધમકી આપનાર બે વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં નજીવી બાબતે મારા મારી કરનાર બે સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
 પ્રાપ્ત વિગતો અનુસાર ભીખાભાઇ ભયજીભાઇ બારીયા (રહે.સોઢલિયા) એ આપેલી ફરીયાદ મુજબ તેઓ તથા તેમના ઘરમાં સભ્યો તેમના ઘરની પાછળ વાડામાં ઘાસ ભરવા માટે ઓરડી બનાવતા હતા તે વખતે નંદકીશોર વિનોદભાઇ બારીયા અને હશમુખભાઇ વિનોદભાઇ બારીયા કહેતા હતા કે , અમારા સંડાસ બાથરૂમની દિવાલ કેમ તોડી નાખી છે.તેમ કહીં એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી દંડો લઇ રોહીત ભાઇને મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગી કરી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:43 pm IST)