Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નડિયાદ: નરસંડા ચોકડી નજીક અગાઉ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી મહિલા સાથે લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

નડિયાદ: તાલુકાની નરસંડા ચોકડી પાસે છ માસ અગાઉ આધેડ વયની મહિલા સાથે લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ કરનાર આરોપીએ તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વૃધ્ધા તાબે નહી થતા તેના ઘરેણાની લૂંટ કરી તેને માર મારી ઇજાઓ પહોચાડી આરોપી ત્યાથી નાસી છુટ્યો હતો. છેલ્લા છ મહિનાથી આ ગુનાની તપાસ કરી રહેલી ખેડા એલ.સી.બી પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આધેડ મહિલા વડતાલ મંદિરે દર્શન કર્યા બાદ ખેડા જવાનં હોવાથી નરસંડા ચોકડી પર વાહનની રાહ જોઇને ઉભી હતી. દરમ્યાન એક બોલેરો કારના ચાલકે આ વૃધ્ધાને લિફ્ટ આપી હતી. મોડી સાંજ થઇ હોવાથી અંધારૂ થઇ જતા વાહન ચાલકે અંધારાનો લાભ લઇ કાર ખેતરમાં ઉતારી હતી, અને મહિલાની સાડી ખેચી ઉતારી નાખી હતી. મહિલા આરોપીના તાબે નહી થતા તેણે મહિલાના વસ્ત્રો ફાડી નાખ્યા હતા, તેમજ મહિલાના ચહેરા પર અને અન્ય ભાગો પર માર પણ માર્યો હતો. જે બાદ આરોપી મહિલાના ઘરેણાની લૂંટ ચલાવી ત્યાથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના બાબતે ખેડા જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલ.સી.બી પોલીસે ગુુનાની તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન પોલીસને એક બોલેરો કાર નં. જીજે-૧-કેબી-૭૮૦૩નો મળ્યો હતો, જે કારના ચાલકે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસને સીસીટીવીના કેટલાક દ્રસ્યો પરથી જાણ થઇ હતી. 

(5:39 pm IST)