Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બારડોલી નજીક સીમમાં યુવાનને તરતા ન આવડતા તળાવમાં તણાઈ જતા અરેરાટી

બારડોલી: તાલુકાના મોતા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પાણીમાં સુરતના બે યુવાનો તરતા ન આવડતું હોવા છતાં ન્હાવા જતા એક યુવાન ડુબીને તણાઈ ગયો હતો. એક યુવાન હેમખેમ બહાર નીકળી આવ્યો હતો.

સુરતના મોટા વરાછા ખાતે રાઘવ મધુભાઈ કોદવાલા (ઉ.વ.૨૮) પોતાના મિત્ર પ્રકાશ હસમુખભાઈ લક્કડ (રહે-હરેકૃષ્ણ સોસાયટી, પુણાગામ, સુરત) અને મેહુલ સાથે બુધવારે સરથાણા અવધ કોમ્પલેક્ષ નજીક ભેગા થયા હતાં. એક બાઈક અને મેસ્ટ્રો પર બેસી ત્રણેય મિત્રો બપોરના સમયે કામરેજ તાલુકાના ખાનપુર ગામે ફાર્મ હાઉસ પર ફરવા આવ્યા હતાં. 

(5:37 pm IST)