Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વડોદરામાં ગેસ રિફિલિંગના કૌભાંડમાં જિલ્લા પુરવઠા અધિકારીએ અનુજ ગેસ એજન્સીનું લાયસંસ 3 મહિના માટે રદ કરી દીધું હોવાની માહિતી

વડોદરા:ડોમેસ્ટીક એલપીજી બોટલમાંથી ગેસ કાઢી તેનું કોમર્શિયલ બોટલમાં રિફિલિંગ કરવાના કૌભાંડમાં અનેક વખત સંડોવાયેલી ફતેગંજ વિસ્તારમાં આવેલી અનુજ ગેસ એજન્સીનું લાયસન્સ જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ કરી દીધું છે.

ઉલ્લેખનિય છે કે શહેર પોલીસ દ્વારા થોડા સમય પહેલા અનુજ ગેસ એજન્સીના ઘરગથ્થુ ગેસ બોટલોમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડયું હતું. પોલીસ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ ગેસ એજન્સીના ગ્રાહકોને પણ  બોટલમાંથી ગેસ ઓછો મળતો  હોવાની ફરિયાદો હોવાથી પુરવઠા  ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

(5:32 pm IST)
  • મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચી લીધો : અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. access_time 1:18 am IST

  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST

  • ઈરાને પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા માટે વધાર્યું દબાણ : અમેરિકાએ લગાવ્યા નવા પ્રતિબંધ: ઇરાને ફરી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનું દબાણ ઉભું કર્યા બાદ અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા: આ પ્રતિબંધ લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના મેટલ પર લગાવ્યા access_time 1:19 am IST