Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજસ્થાનના પરિવારની કાર નડિયાદ પાસે ૨પ ફૂટ ઉંડા ખાડામાં ખાબકતા ૪ના મોત

ખેડા: નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

રાજસ્થાનના સિરોહી ખાતે રહેતો પરિવાર મુંબઇથી પરત આવી રહ્યો ઙતો. તે સમયે નડિયાદ પાસે ડ્રાઇવરે અચાનક કાર પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં 25 ફુટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ખાડામાં ખાબકેલી કાર સીધી પથ્થરોના રબ્બલ પર પડતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. જેના કારણે કારમાં બેઠેલા ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભરી રીતે ઘાયલ થયો છે. અને તેને સારવાર અર્થે તાત્કાલીક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

ઘટનાને પગલે નડિયા શહેર પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ-વે પર બરોડા સાઇડથી નડિયાદ તરફ કાર આવી રહી હતી. તે દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સીધી ઉપરથી નીચે ખાડામાં ખાબકી હતી. ઘટનામાં ચાર લોકોના સ્થળ પર મોત થઇ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. હાલ નડિયાદ પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)
  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST