Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કડી નજીક લ્હોર ગામે વરઘોડો કાઢવા બદલ દલીતોનો સામાજીક બહિષ્કાર

અમદાવાદ : મહેસાણાના કડીના લ્હોર ગામમાં દલીતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

દલીત પરીવારે બે દિવસ પહેલા લગ્ન પ્રસંગે ઘોડા પર વરઘોડો કાઢ્યો હતો. આ વાતને લઈને વરઘોડામાં જ માથાકૂટ થઈ હતી. વરઘોડો કાઢ્યાના બે દિવસ બાદ ગામ લોકોએ દલીતોનો સામાજીક બહિષ્કાર કર્યો છે.

આ મામલે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુ હતું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તેમજ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે.

દલીતોએ વરઘોડા કાઢતા ગામના લોકો એકઠા થયા હતા અને દલીત પરીવારનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યુ હતું. લોકોએ બેઠક કરીને નક્કી કર્યુ હતું. જો ગામનો કોઈ દલીતોને કોઈ વસ્તુ આપશે તો તેની પાસેથી રૂ.૫,૦૦૦નો દંડ લેવામાં આવશે તેવુ પ્રસિદ્ધ થયુ છે.

(2:50 pm IST)