Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ડીસા તાલુકામાં આકાશી આફતમાં મિલકતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માંગણી

કૃષિપાકોની સાથે-સાથે ખેડૂતોના મિલકતોને પણ વ્યાપક નુકસાન

ડીસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગત એપ્રિલ મહિનાની ૧૬ મી તારીખે થયેલા આકાશી આફત માં મોટું નુકસાન થવા પામ્યું હતું જેમાં કૃષિપાકોની સાથે-સાથે ખેડૂતોના મિલકતોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું

  ડીસા તાલુકાના વડાવળ સહિતના આજુબાજુ ગામડાઓમાં બરફના મોટા મોટા કરા પડતા ખેડૂતોના મકાનોના તથા પશુઓના માટે બનાવેલ તબેલાઓ ના પતરાઓ નળીયાં તુટી જવા પામ્યા હતા જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના પર આવેલી આકાશી આફતમાં સરકાર મદદરૂપ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે કૃષિ પાકોનું થયેલા નુકસાનનું સર્વે બાદ ખેડૂતોના મિલકતના થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવે અને ખેડૂતોને નુકસાન નુ વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે

(11:25 am IST)