Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

12મીએ આણંદ લોકસભાના એક મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન

સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકે ફેરમતદાન

 

અમદાવાદ :ગત 23 એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું, જેમાં એક દિવસે ગુજરાતની તમામ 26 26 સીટ પર મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક લોકસભા બેઠકના એક મતદાન મથકનું ફરીથી મતદાન કરવા માટે નિર્ણય કર્યો છે.

 ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી કિષ્ણાએ જાહેરાત કરી છે કે, આણંદ જિલ્લામાં એક મતદાન મથક પર ફરીથી મતદાન કરવામાં આવશે

જાહેરાત મુજબ લોકસભા ચૂંટણીનું આણંદ લોકસભા બેઠકની સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકનું ભારતના ચૂંટણી પંચે સને 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58(2) અન્વયે રદ્દ કર્યું છે.

લોકસભા બેઠકના એક મતદાન મથક પર હવે 12 મીએ રવિવારે ફરીથી મતદાન થશે. રવિવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન અહિંયા ફરીથી મતદાન કરવામાં આવશે.

(11:36 pm IST)
  • વડાપ્રધાનને આપેલ ૫૬ ગાળો ૫૬ ભોગ સમાનઃ ગડકરી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરતા જણાવેલ કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસે અત્યાર સુધીમાં ૫૬ ગાળો આપી છે, પણ એ અમારા માટે ૫૬ ભોગની જેમ છે. અમે અમારા પ્રદર્શનના આધારે ચૂંટણી લડી રહયા છીએ access_time 3:42 pm IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • ઈરાને પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા માટે વધાર્યું દબાણ : અમેરિકાએ લગાવ્યા નવા પ્રતિબંધ: ઇરાને ફરી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનું દબાણ ઉભું કર્યા બાદ અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા: આ પ્રતિબંધ લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના મેટલ પર લગાવ્યા access_time 1:19 am IST