Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમદાવાદમાં ભયંકર ગરમી :નવરંગપુરામાં દેરાસર પાસે નવો બનેલો રોડ ઓગળી ગયો !!

   અમદાવાદ: અમદાવાદમાં ઉનાળો આકરો રહયો છે છેલ્લા છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમી પડી રહી છે ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા દેરાસર પાસે હાલમાં નવા બનેલો રસ્તો ગરમીથી ઓગળી ગયો છે. અમદાવાદમાં હાલ ઘણી જગ્યાએ રસ્તા રિસરફેસ કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે નવરંગપુરામાં હાલમાં રિસરફેસ થયેલા રસ્તામાંથી ડામરના રેલા ઉતરવા લાગ્યા છે.

  અમદાવાદમાં બે-ત્રણ દિવસ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ગરમીનો પારો ફરી ઉંચકાયો છે. ઓનલાઈન વેધર એપ્સ અને ગૂગલમાં અમદાવાદનું ગુરુવારનું તાપમાન 45 ડિગ્રી બતાવાઈ રહ્યું છે, અને આગામી દિવસોમાં તે 46 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

   ઉત્તર ભારતમાં ધૂળની આંધી ફુંકાતા વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અમદાવાદમાં ગરમી થોડીક ઘટી હતી. જોકે, આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. શહેરમાં જુનના ત્રીજા સપ્તાહ સુધી ચોમાસાનું આગમન થાય તેવી વકી છે.

(9:42 pm IST)