Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડોદરામાં મહિલા પોલીસ અધિકારી પર હુમલો :લારીઓ બંધ કરાવવા જતા અજાણ્યા લોકો લાકડી વડે તૂટી પડ્યા

વાડી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ઈજાગ્રસ્ત:ટોળાં વિરુદ્ધ ગુન્હો દાખલ

વડોદરામાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે અને મહિલા પોલીસ-અધિકારી પર અજાણ્યા શખસોએ લાકડીથી હુમલો કર્યો છે વાડી પોલીસ સ્ટેશનનાં મહિલા પોલીસ અધિકારી ગત રાત્રે લારીઓ બંધ કરાવવા જતાં હુમલો કરાયો હતો ઇજાગ્રસ્ત મહિલા પોલીસને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    મળતી વધુ વિગતો મુજબ ગઈ મોડી રાત્રે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનનાં મહિલા PSI એસ. જે. તોમર રસ્તા પર ચાલતી લારીઓ બંધ કરાવી રહ્યાં હતાં. ત્યાં રસ્તા પર પાંચ- શખસોનું ટોળું લાકડી લઈ મહિલા PSI તરફ ધસી આવ્યું હતું. શખસોઓએ લાકડીથી મહિલા પીએસઆઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી શખસોએ મહિલા પોલીસ પર લાકડીઓથી પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું હતું.

PSI એસ. જે. તોમર હુમલા ઘાયલ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલો કરનાર અજાણ્યા ટોળા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસ હુમલો કરનારા આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કરી દીધાં છે.

(9:40 pm IST)