Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મહેસાણાના લાડોલમાં 13 વર્ષીય કિશોર પર પાડોશી ત્રણ મિત્રોએ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી

મહેસાણા: વિજાપુર તાલુકાના લાડોલમાં ક્રિકેટ રમી રહેલા 13 વર્ષના કિશોર પર તેના જ મહોલ્લાના 3 મિત્રોએ નવિન બની રહેલા મકાનમાં ખેંચી જઇ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો મામલો પ્રકાશમાં આવતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે લાડોલ પોલીસે 3 કિશોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લાડોલમાં ધોરણ-8માં અભ્યાસ કરતો 13 વર્ષનો કિશોર વેકેશન હોઇ ગત 5 મેઅે ક્રિકેટ રમવા ગયો હતો. ત્યારે બપોરે 1-30 વાગ્યે કિશોર કંઇ સમજે તે પહેલાં તેના મહોલ્લામાં રહેતો પાર્થ ચૌહાણ, તેમજ અન્ય 2 સગીરો તેની પાસે પહોંચ્યા હતા અને તેનું મોઢું દબાવી નજીકમાં નવા બની રહેલા મકાનમાં ઉપાડી ગયા હતા. જ્યાં કિશોરના વિરોધ વચ્ચે ત્રણે મિત્રોએ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જે અંગે કિશોરે તેની માતાને જાણ કરતાં મામલો લાડોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં કિશોરના પિતાએ પાર્થ કિરણભાઇ ચૌહાણ તેમજ 2 સગીર સહિત ત્રણ જણા સામે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)