Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દમણના કડૈયામા ફોરેસ્ટ ગાર્ડે યુવતી પર ખુલ્લી જગ્યામાં બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ

વાપી:દમણના કડૈયા ગામે ખુલ્લીજગ્યામાં જંગલ વિભાગના ગાર્ડે યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કામવાસનામાં ચકચુર ગાર્ડે દુષ્કર્મ આચાર્યા બાદ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચાર દિવસ અગાઉ ઘટના બન્યા બાદ પણ આરોપીને છાવરવા પોલીસે માહિતી છૂપાવવાનો બાલીસ પ્રયાસ કર્યો હતો. હજી સુધી પોલીસે આરોપીને પકડયો નથી. દમણ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતી યુવતી કામીની (નામબદલ્યું છે) રાબેતા મુજબ ગત શુક્રવારે કામ પર આવી હતી. તે દરમિયાન દમણના જંગલ વિભાગમાં કામ કરતા ફોરેસ્ટ ગાર્ડ જીગર ધીરૃભાઈ પટેલે (રહે.વાઘલધરા, વલસાડ) દમણના કડૈયા ગામે કામીનીને રસ્તામાં અટકાવ્યા બાદ એકાંત જગ્યા પર લઇ ગયો હતો. અને ત્યાં યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચાર્યા બાદ જીગરે કામીનીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:37 pm IST)