Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વેપારીને 22.24 લાખનો ચૂનો લગાવી સુરતના સાળો બનેવી રફુચક્કર

સુરત:રીંગરોડની અભિષેક ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા સીટીલાઇટ રોડના કાપડ વેપારી પાસે તે જ માર્કેટમાં કાપડનો વેપાર કરતા સાળા-બનેવી રૃ. ૨૨.૨૪ લાખનું કાપડ ઉદારમાં ખરીદી પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કરાવી દુકાન-મોબાઇલ ફોન બંધ કરી ભાગી છુટયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સીટીલાઇટ અગ્રસેન ભવન પાસે સ્વીટ હાઉસ કોમ્પલેક્ષ ક્રિષ્નાનગર ઘર નં. ૫૦૨માં રહેતા રાજુભાઇ નવીનચંદ્ર જૈન રીંગરોડ અભિષેક ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ચાર વર્ષથી તારા ફેશનના નામે કાપડનો વેપાર કરે છે. તેમની જ માર્કેટમાં મહાલક્ષ્મી સારીઝ અને માતેશ્વરી ફેશનના નામે વેપાર કરતા વિનોદકુમાર બનવારીલાલ અગ્રવાલ અને તેના સાળા સોનુ પવનકુમાર ગુપ્તા (બંને રહે. બી-૧૦૪, આશીર્વાદ ફલેટ, સોસીયો સર્કલથી જતા કોમલ સર્કલ  પાસે, ખટોદરા, સુરત. મૂળ રહે. રાજસ્થાન) તેમને દુકાને આવી મળ્યા હતા.

(5:37 pm IST)