Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સુરત: કેફી પીણું પીવડાવી યુવતી સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર વેપારી સહીત એક યુવક વિરુદ્ધ ફરિયાદ

સુરત: પૂણા વિસ્તારમાં રહેતી યુવતિને દોઢ વર્ષ અગાઉ કેફી પીણું પીવડાવી કરિયાણાના વેપારી અને તેના ભાઇના સાળાએ બળાત્કાર ગુજારી મોબાઇલમાં રેકોર્ડીંગ કર્યા બાદ અવારનવાર તેને બોલાવી ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષ ૩ માસની વયની નિર્ભયા (નામ બદલ્યું છે) દોઢ વર્ષ અગાઉ ઘર નજીક કરિયાણાની દુકાન ધરાવતા ઓમપ્રકાશ રૃપારામ મેઘવાલ અને તેના ભાઇના સાળા રૃપારામ ઉર્ફે રૃપેશ મેઘવાલ પાસે સામાન ખરીદવા ગઇ હતી ત્યારે રૃપારામે તેને ઘરમાં બોલાવી પેપ્સી પીવડાવતા તે અર્ધબેભાન થઇ ગઇ હતી. રાત્રે ૯-૩૦ વાગ્યે તે ભાનમાં આવી ત્યારે અર્ધનગ્ન અવસ્થામાં હતી અને રૃપારામ તેની પાસે કઢંગી હાલતમાં હતો. નિર્ભયાને ગુપ્તાંગમાં પણ દુ:ખાવો થતો હોય તેણે પૂછતાં રૃપારામ અને ઓમપ્રકાશે કીસીકો કુછ મત બતાના હમને જો કીયા હૈ વો સબ મોબાઇલમેં કેદ હૈ. તું કિસીકો ભી બતાયેલી તો મોબાઇલમેં જો ફિલ્મ હૈ વહ હમ સબકો બતાયેંગે. હમ જબભી બુલાયેંગે તબ આના પડેગા, અગર તું નહીં આયેગી તો તેરે માબાપ- ભાઇ-બહેનોકો માર ડાલેંગે તેવી ધમકી આપી હતી. ગભરાયેલી નિર્ભયાએ ગુપ્તાંગમાં દુ:ખાવો થતો હોવા છતાં કોઇને વાત કરી ન હતી.
 

(5:37 pm IST)