Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વધુ વ્યાજની લાલચ આપી કપડવંજમાં પાંચ શખ્સોએ 10 લાખની છેતરપિંડી આચરી

કપડવંજ:શહેરમાં વધુ વ્યાજની લાલચ આપી પાંચ શખ્સોએ રૃપીયા ૧૦ લાખની છેતરપીંડી આચરતા ચકચાર જાગી છે. આ બનાવ પ્રકાશમાં આવતા રેકેટ ચલાવતા મુખ્યસૂત્રધાર આરોપીને ઝડપી લેવાયો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવી કાયદાકીય કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ તેના આ રેકેટમાં સંડોવાયેલા અને એજન્ટ તરીકે કામ કરી રહેલા ચાર શખ્સો પોલીસ પકડથી બહાર છે. પોલીસે આ અંગે ટીમો બનાવી ફરાર ઈસમોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

 


કપડવંજ તાલુકાના અઘરાજીના મુવાડા ગામે બાબુ સોમા સોલંકી રહે છે. તે પોતે કપડવંજ શહેરમાં દાણા ચોકડી વિસ્તારમાં આવેલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ઓસ્કાર કો.ઓ.ક્રેડીટ લી. નામની સંસ્થામાં બ્રાંચ મેનેજરની નોકરી કરે છે. બાબુ સોલંકીએ પોતાના હાથનીચે ચાર જેટલા વ્યક્તિઓને એજન્ટ બનાવ્યા હતા. જેમાં કુસુમબેન દુર્ગાપ્રસાદ ભટ્ટ(રહે.કાછીયાવાડ, કપડવંજ), નિશા જતીન ચૌહાણ, જતીન ચૌહાણ (બન્ને રહે.કરશનપુરા,તા.કપડવંજ) અને વનીતાબેન હર્ષદભાઈ રામી (રહે.ગાયત્રીનગર, કપડવંજ)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત પાંચેય શખ્સોએ ભેગા મળી વર્ષ ૨૦૧૫માં કપડવંજ અને આસપાસના ગામોમાં ખેડૂત, ધંધાકીય  અને શ્રમીક વર્ગના લોકોને વિશ્વાસમાં લઈ છેતરપીંડીને અંજામ આપ્યો છે. જેમાં તેઓએ આ ચાલી રહેલ ઓસ્કાર ક્રેડીટમાં બેંક કરતા વધુ વ્યાજે નાણાં  આપીશુ તેમ કહી લાખો રૃપીયા  લોકો પાસેથી લીધા હતા.

(5:36 pm IST)