Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધનસુરા-મોડાસા હાઇવે પર પરપ્રાંતીય ટ્રકમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી

ધનસુરા:મોડાસા રોડ પર આવેલા ખોડીયાર માતાજીના મંદિર નજીક એક પરપ્રાંતીય ટ્રક કન્ટેનરમાં એકાએક આગ લાગતાં સમય સૂચકતાથી ચાલકે ટ્રકને સાઈડમાં લઈ પોલીસને જાણ કરી હતી.ત્યારે આ ઘટના બનતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

ધનસુરા મોડાસા રોડ પરથી બુધવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે પરપ્રાંતીય ટ્રક કન્ટેનર મુંબઈથી દિલ્હી તરફ જતી  ટ્રકમાં દવાઓ તથા કેમીકલ ભરેલો હતો.તેમાં એકાએક આગ લાગતાં ધુમાડાના ગોટેગોળા નીકળતા હતા.ત્યારે ચાલકની સમય સૂચક્તાથી ટ્રકને રોકી દેતાં લોકો દોડી આવ્યા હતા અને ધનસુરા પોલીસને જાણ કરતાં પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી.

જયારે મોડાસા ફાયર ફાયટરને જાણ કરતાં ફાયર ફાયટર આવી પહોંચતા આગને કાબુમાં લીધી હતી.જયારે આગ કાબુમાં આવતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.જોકે કન્ટેનરમાં ભરેલા સામાન ને નુકશાન  થયું હોવાનું જાણવા મળેલ છે જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

(5:35 pm IST)