Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વાસદ નજીક મોગર બ્રિજ પાસે બે આદિવાસી મહિલાની 46 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે અટકાયત

વાસદ:પોલીસે આજે બપોરના સુમારે મોગર પાસે આવેલા સુપર એક્સપ્રેસ હાઈવે બ્રીજની નીચેથી બે આદિવાસી મહિલાઓને ૪૬ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર વાસદ પોલીસને હકિકત મળી હતી કે, મોગર બ્રીજ નીચે બે મહિલાઓ વિદેશી દારૂ લઈને ઉભી છે જેથી પોલીસ ત્યાં પહોંચતા જ બન્ને મહિલાઓ વિદેશી દારૂના થેલાઓ મુકીને ભાગી હતી જેથી પોલીસે પીછો કરીને ઝડપી પાડી હતી અને તલાશી લેતાં બીયરના ૮૦ ટીન, પ્લાસ્ટીકના ૯૦ ક્વાર્ટરીયા તેમજ જીનના ૨૫૦ ક્વાર્ટરીયા મળીને કુલ ૪૬ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બન્ને મહિલાઓના નામઠામ પુછતાં તે લીલાબેન ઉર્ફે કાળીબેન સમસુભાઈ પસાયા (ભીલ) રે. ઘોળાકુવા, વિદ્યાનગર)તેમજ સવિતાબેન નરસિંહભાઈ માવી (ગામડી)હોવાનું ખુલવા પામ્યું હતુ. બન્ને મહિલાઓ પાસેથી બે મોબાઈલ ફોનો પણ મળી આવતાં કુલ ૪૬૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:35 pm IST)