Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મહેમદાવાદ: નદીના પટમાં સંતાડાયેલ ૩૮,૪૦૦નો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

મહેમદાવાદ :પોલીસે પહાડ જવાના રસ્તે નદીના પટમાં સંતાડેલ વિદેશી દારૂની ૯ પેટી કિમત રૂા. ૩૮,૪૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

 


મહેમદાવાદ પોલીસને માહિતી મળેલ કે હીમસાગર સોસાયટી ગરનાળા પાસેથી પહાડ ગામમાં જવાના રસ્તે નદીના પટમાં રાકેશભાઈ કનુભાઈ ઉર્ફે કલાભાઈ ધુળાભાઈ સોઢા તથા મહેશભાઈ મંગળભાઈ સોઢા પરમાર (બંને રે. વેરાઈમાતા મંદિર, તા. મહેમદાવાદ)એ વિદેશી દારૂની પેટીઓ નદીના પટમાં ખાડો ખોદી દાટે છે. જેથી પોલીસે નદીના પટમાં રેઈડ કરતા બંને આરોપીએ પોતાનું મોટરસાયકલ નં જીજે-૭-બીજી-૬૮૫૫ લઈ નાસી ગયા હતા. આ નદીના પટમાં તપાસ કરતાં વિદેશી દારૂની પેટી નં ૯ કિમત રૂા. ૩૮,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)