Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગરમી ૪૩ ડિગ્રી થતાં વિજળીની ડિમાન્ડ વધીને ૧૬,૧૦૦ મેગાવોટને આંબી ગઇ

ચોથી મેએ સાંજે ૪ વાગ્યે ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચ્યોઃ વાવંટોળને વરસાદથી વાતાવરણ પલટાતા વીજળીની ડિમાન્ડ ૬૭૦ મેટાવોટ ઘટી

રાજકોટ તા. ૧૦ : ગુજરાતમાં ચોથી મેએ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને આંબી ગયો તે સાથે જ તે દિવસની વીજળીની માગ વધીને ૧૬,૧૦૦ મેગાવોટ પર પહોંચી ગઈ હતી. ચોથી મેએ સાંજે ચાર વાગ્યે ડિમાન્ડ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. જોકે ત્યારબાદ આંધી, વરસાદ અને વાવંટોળને કારણે બે જ દિવસમાં ગુજરાત રાજયમાં વીજળીની ડિમાન્ડમાં ૬૭૦ મેગાવોટનો ઘટાડો જોવા મળ્યો છે. આ બે દિવસમાં ઉષ્ણતામાન પણ ત્રણેક ડિગ્રી નીચે આવી ગયું છે. પહેલી મે ૨૦૧૭ના ૧૪૩૫૦ મેગાવોટની ડિમાન્ડ સામે પહેલી મે ૨૦૧૮ના ૧૫૪૭૬ મેગાવોટ વીજળીની ડીમાન્ડ રહી હતી.

(4:14 pm IST)