Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ વિરૂધ્ધ તપાસનો હાઇકોર્ટનો આદેશ

મિલકત બાબતના વિવાદમાં: ગાંધીનગરના પોલીસ વડા કેસનું મોનિટરિંગ કરશે

રાજકોટ તા. ૧૦ : શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પોલીસ તપાસ કરવા હાઇકોર્ટે આદેશ કર્યા છે. અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસુલતા પાવર ઓફ એટર્નીને જેઠા ભરવાડ અને તેના સમર્થકો દ્વારા ભાડુ નહી વસુલવા ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે કોર્ટે કેસની તપાસ ગાંધીનગરના સેકટર૭ના પોલીસને સોંપી છે. ઉપરાત કેસનું મોનિટરીંગ એસ.પીને કરવા આદેશ કર્યો છે.

 જશુભાઇ સોની નામના આફ્રિકામાં રહેતા વ્યકિતએ ગાંધીનગરમાં રહેતા પુષ્પાબહેન સરગરા નામના મહિલાને તેમની મિલકતની પાવર ઓફ એટર્ની આપી છે. તે મુજબ આ અરજદાર મહિલા તેમની મિલકત પર ભાડુ ઉઘરાવવાની જવાબદારી નિભાવે છે. તેની સામે છેલ્લા કેટલાક સમયથી ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ અને તેના સમર્થકો મહિલાને ધમકી આપે છે કે મિલકત પર ભાડું શા માટે વસુલે છે? તે સિવાય તેમની પાસે ખંડણી પણ માગવામા આવે છે . આ અંગે મહિલા દ્વારા ગાંધીનગરના સેકટર-૭ પોલીસને ફરિયાદ કરી હતી પરતં પોલીસઙ્ગ શકિતશાળી રાજકારણી સામે ફરિયાદ નોંધવા ઇન્કાર કર્યો હતો. છેક ગૃહ વિભાગ સુધી ધારાસભ્ય સામે પગલા લેવા અને ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

(4:02 pm IST)