Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પીવાના પાણીનો દુકાળ, ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : ગુજરાતની પાણી સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે ગામેળું તળાવ ઉંડુ કરાવવાનો પ્રારંભ કરાવતાં વિજયભાઇ રૂપાણી : ચારીયા નદી/કોતરને પુન: જીવીત કરવાનાં કાર્યનો ૫ણ શુભારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને જનભાગીદારીથી ભારતનું સૌથી મોટુંજળ અભિયાન બનાવી ગુજરાતમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવવાની કટિબધ્ધતા વ્યક્ત કરી છે. 

 

મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે ગામેળું તળાવ ઉંડુ કરાવવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ ચારીયા નદી/કોતરને પુનજીવીત કરવામાં કાર્યનો ૫ણ શુભારંભ કરાવ્યો હતો. 

તેમણે જણાવ્યું કેપાણી એ પ્રભુનો પ્રસાદ છેઇશ્વરીય આશિર્વાદ સમાન છે. આગામી ચોમાસામાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ચોમાસામાં ૫ડનાર વરસાદનું ટીપે-ટીંપુ સંગ્રહ થાય તેવું વ્યા૫ક જળ અભિયાન લોકોનાં સાથ અને સરકારથી ઉપાડ્યું છે.  

પીવાનાં પાણી અને સિંચાઇ માટે ભૂતકાળમાં ખૂબ વલખાં માર્યાં છેપરંતુ સમગ્ર મે મહિનો ચાલનારા જળ સંરક્ષણ અભિયાન દ્વારા પાણીના સંકટને હવે ભૂતકાળ બનાવવા આ સરકારે કમર કસી છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કેજળ સંરક્ષણનું આ અભિયાન વિરાટ કાર્ય છેલોકભાગીદારીથી ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણીના સંગ્રહ કરવાનું પાણીદાર આયોજન ગુજરાતે કર્યું છેઅને તેનાં દ્વારા ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. 

તેમણે કહ્યું કેઆ અભિયાનથી ગુજરાતના ૧૩ હજાર તળાવો ઉંડા કરાશે૩૨ નદીઓને પુન:જીવન કરાશે તેમજ ૫૫૦૦ કિલોમીટરની કેનાલોની સાફ સફાઇ કરવામાં આવશે. આ ઉ૫રાંત ૩૩ હજાર એરવાલ્વમાંથી ટપકતાં પાણીને બંધ કરવામાં આવશે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેપુરના આવરાના કારણે નદી-તળાવો માંટી-કાં૫થી ભરાયા છે. તેને ખોદી વધુ પાણીનો સંગ્રહ થાય તેવું આયોજન કર્યું છે. પાણીનો નળ ખોલો અને પાણી આવે તેવું નક્કર આયોજન પાણીની સંગ્રહ ક્ષમતા વધારીને કરવું છે.      

શ્રી રૂપાણીએ જણાવ્યું કેગુજરાતના ખેડૂતો પાસે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત છે. સિંચાઇને અભાવે જે કૃષિ શક્ય નહોતી બનતી તે હવે શક્ય બનશે અને તે દ્વારા સમૃધ્ધ કૃષિ-સમૃધ્ધ ગુજરાત અને હરિયાળા ગુજરાતની વિભાવના ચરિતાર્થ કરવી છે. 

તેમણે કહ્યું કેભવિષ્યની પેઢી પાણીની તંગીથી મુક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં ૨ લાખ લોકોનો શ્રમયજ્ઞ૧૫ હજાર જે.સી.બી.ટ્રેકટર જેવી મશીનરી દ્વારા આ અભિયાન સાકાર થઇ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં ૫ણ ૪૭૫ તળાવો-કાં૫ ઉંડા કરવાના કાર્યોં થવાના છે તેની ભૂમિકા તેમણે આપી હતી. 

પ્રભારી મંત્રી શ્રી રમણભાઇ પાટકરે જણાવ્યું કેજીવનમાં ત્રણ વસ્તુ અગત્યની છે. પાણીઆબોહવા અને ખોરાક ૫રંતુ આ ત્રણમાં સૌથી અગત્યનું પાણી છે. 

તેમણે જણાવ્યું કેનર્મદા યોજના તેમજ પાણીના વિતરણના સુદ્રઢ જળમાળખાના વિકાસને કારણે આપણે સૂકી ધરતીને પીયત હેઠળ લાવી શક્યા છીએ અને તેના દ્વારા કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. 

અરવલ્લી કલેકટર શ્રી એમ. નાગરાજનએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અરવલ્લી એ.પી.એમ.સી. દ્વારા કન્યા કેળવણી નીધિનો રૂ.૨૧,૦૦૦/- નો ચેક મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યો હતો. 

જળ અભિયાનમાં અરવલ્લી જિલ્લા ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી દી૫સિંહ રાઠોડવિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાપૂર્વ ધારાસભ્ય ભીખીબેનપ્રભારી સચિવ  શ્રી આર. એમ. જાદવજિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષિત ગોસાઇસરપંચ શ્રી રૂમાલસિંહ તથા મેઘરજ તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહી હતી.                

 

 

(3:59 pm IST)