Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બાર કાઉન્સિલની ચુંટણીમાં ગેરરીતિ અંગે થયેલી અરજી પાછી ખેંચી લેવાઇ

રાજકોટ : ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણી ફરીથી યોજવા કરેલી અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. હાઇકોર્ટે ચુંટણીમાં થયેલા ગેરરીતિના આક્ષેપો અંગેની ફરિયાદ ટ્રિબ્યુનલ સમક્ષ કરવા અરજદારોને ટકોર કરી હતી. ચુંટણીમાં ૯૯ ઉમેદવારો પૈકી ૩૬ ઉમેદવારોએ બાર કાઉન્સીલની ચુંટણી પ્રક્રિયામાં ગેરરીીતના આક્ષેપો સાથે અરજી કરી હતી. તેમાં ચુ઼ંટણી પારદર્શિતા વગર ચુંટણી યોજાઇ હોવાની રજુઆત કરાઇ હતી.

હાઇકોર્ટમાં મતદાન મથકમાં નોંધાયેલા મતદારોની યાદી હોદેદારો પાસે માંગવામાં આવ્યુ હતુ. પરંતુ તે આવપામાં આવ્યુ નહોતુ. ચુંટણી પ્રક્રિયાની શરૂઆતથી જ ચુંટણી અધિકારીની કામગીરીની પારદર્શકતાનો અભાવ જોવા મળી રયહો હતો અને તેમના ફોન ઉપર સંપર્ક પણ થઇ શકયો ન હતો.

(3:49 pm IST)