Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વકીલોની કોમન જગ્યામાં કોર્ટ બનાવાતાં ભારે રોષ

અમદાવાદ : અહિંની મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટ પરિસરમાં લાઇબ્રેરી પાસે વકીલોની કોમન જગ્યામાં ચેક રિર્ટનની કોર્ટ બનાવવામાં આવતા મેટ્રો બાર એસોસિયેશને સતાવાળાઓને પત્ર પાઠવી જગ્યા પરત ન સોંપાય તો આંદોલનની ચીમકી આપી છે.

મેટ્રો બારના પ્રમુખ હરેશ ભવાનીવાલા અને સેક્રેટરી ભારત શાહે જણાવ્યુ હતું કે મેટ્રો રેલ પ્રોજેકટના કારણે જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં કાર્યરત ચેક રિટર્નની કોર્ટો નું સ્થળાતંર કરવાની પરિસ્થિતી સર્જાઇ છે.

તાજેતરમાં કોર્ટ બનાવવા માટે બાર એસોસિયેશને લાયબ્રેરી સામે એક રૂમ ફાળવવાની મંજૂરી આપવામાં આવી હતી.

પરંતુ સતાવાળાઓ દ્વારા તમામ કોમન જગ્યામાં કોર્ટ બનાવવામાં આવતા વકીલોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

(3:48 pm IST)