Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળકીઓ તળાવમાં ડૂબી ગઇ...

ભેંસો ચરાવવા ગયેલ : ભેંસો એકલી પાછી ફરેલ

પટણા, તા. ૧૦ : મધુબની જિલ્લાના બાબુબરહી વિસ્તારમાં ગઇ સાંજે તળાવમાં નહાવા પડેલ ૩ સગી બહેનો સહિત પાંચ બાળકીના ડૂબી જતા મોત થયા છે. સ્કૂલે ગયા પછી આ પાંચ બાળકીઓ જમીને ભેંસ ચરાવા ગયેલ. થોડા સમય પછી માત્ર ભેંસો પાછી આવતા ગ્રામજનો શોધવા નિકળેલ ત્યારે ૭ થી ૧ર વર્ષની વયની ૩ સગી બહેનો કંચન-કાજલ-ગૌરી સહિત પાંચ બાળકીના મૃતદેહ તળાવમાંથી મળી આવતા હાહાકાર મચી ગયેલ છે.

(4:24 pm IST)