Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મહેમદાબાદ :પહાડ નદીના પટ્ટમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો: ખાડો ખોદીને દારૂ સંતાડતા બંને બુટલેગરો ફરાર

નદીના પટ્ટમાં ખાડો ખોદી રહ્યાની બાતમી મળતા પોલીસ પહોંચી :38,400નો મુદામાલ જપ્ત

મહેમદાવાદ પોલીસે પહાડ જવાના રસ્તે નદીના પટમાં સંતાડેલ વિદેશી દારૂની ૯ પેટીના ૩૮,૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

    મહેમદાવાદ પોલીસને માહિતી મળેલ કે હીમસાગર સોસાયટી ગરનાળા પાસેથી પહાડ ગામમાં જવાના રસ્તે નદીના પટમાં રાકેશભાઈ કનુભાઈ ઉર્ફે કલાભાઈ ધુળાભાઈ સોઢા તથા મહેશભાઈ મંગળભાઈ સોઢા પરમાર (બંને રે. વેરાઈમાતા મંદિર, તા. મહેમદાવાદ)એ વિદેશી દારૂની પેટીઓ નદીના પટમાં ખાડો ખોદી દાટે છે. જેથી પોલીસે નદીના પટમાં દરોડો પાડતા બંને આરોપીએ પોતાનું મોટરસાયકલ નં જીજે-૭-બીજી-૬૮૫૫ લઈ નાસી ગયા હતા. આ નદીના પટમાં તપાસ કરતાં વિદેશી દારૂની પેટી નં ૯ કિમત રૂા. ૩૮,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 pm IST)