Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કરો સ્વાગતની તૈયારી, આવે છે મેઘસવારી : ર૦ થી રર જુન વચ્ચે ચોમાસુ બેસશે

બારીશ કી તરફ કોઇ બરસતા રહે હમ પર, મીટ્ટી કી તરફ હમ ભી મહકતે રહેંગે : હવામાન શાસ્ત્રીઓએ ગુજરાત સરકારને આપ્યો વર્તારો : જુન પ્રારંભે ઝાપટાની સંભાવના, જુન અંતમાં વાવણી લાયક વરસાદ

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાતવાસીઓ જેની આશાભરી રાહ જોઇ રહ્યા છે તે મેઘસવારી  હવે ઢૂકડી છે. ચોમાસુ સમયસર અને સારુ હોવાની આશા વધારતુ વાતાવરણ બની રહ્યુ છે. હવામાન શાસ્ત્રીઓએ રાજયમાં વિધિવત ચોમાસુ તા. ર૦ થી રર જૂન વચ્ચે બેસે અને તે પૂર્વે છૂટો-છવાયો હળવો- મધ્યમ વરસાદ પડે તેવા નિર્દેષ સરકારને આપ્યાનું જાણવા મળે છે. જુન અંત સુધીમાં  સાર્વત્રિક વરસાદનો માહોલ થતા વાવણી કરી શકાશે.  અનુમાન અત્યારના સંજોગોને અનુલક્ષીને કરવામાં આવી રહયું છે. કુદરતી પરિબળો વાતાવરણ ગમે ત્યારે પલટાવી શકે છે.

ગુજરાતમાં દર વર્ષે જૂન પ્રારંભે વરસાદનું આગમન થતુ હોય છે અને બીજા-ત્રીજા અઠવાડીયામાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. આ વખતે એ જ ક્રમ જળવાઇ રહે તેવો વર્તારો છે. સમયસર એન સારા ચોમાસાનો સંકેત છે.

ગુજરાત સરકારે ગઇકાલે કેબીનેટ બેઠકમાં હવામાન નિષ્ણાંતોના અભિપ્રાયની નોંધ લઇને તેને અનુરૂપ તૈયારી શરૂ કરી છે જિલ્લાવાર કલેકટર તંત્રને સંભવિત પુર-વાવાઝોડાની પરિસ્થિતીના સામના માટે સાબદા કરાયા છે.

(12:58 pm IST)