Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પેટલાદના આમોદની ચોકડી પર કેનાલના ગરનાળા પાસે નવજાત બાળકી મળી

પેટલાદ તાલુકાના આમોદ ગામની ચોકડી ઉપર કેનાલના ગરનાળા પાસે સવારના -૩૦ કલાકે નવજાત બાળકી પડી હોવાનો કોલ મળતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચીને નવજાત બાળકીની તપાસ કરતાં તે જીવીત અને સ્વસ્થ માલુમ પડી હતી. તેને સારવાર અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.જયાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર કર્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ, વડોદરા ખાતે મોકલી અપાઈ છે.

(10:32 am IST)