Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ 40 જેટલી વખારોમાં દરોડા:1200 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરાયો

આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા દરોડા કાર્યવાહી: કાર્બાઈડથી પકવેલ કેરીનો ઝડપાયો

 

વડોદરા :મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી કેરીની 40 જેટલી વખારોમાં દરોડા પાડ્યા હતા જેમાં કાર્બાઇડ પાવડરથી પકાવેલી 1200 કિલો કેસર,બદામ , લંગડો સહિત કેરીનો નાશ કર્યો હતો .

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગને શહેરમાં કાર્બાઇડ પાવડથી પકાવવામાં આવતી કેરીઓનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે આજે સવારથી આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી કેરીની વખારોમાં દરોડા પાડ્યા હતા .

    આરોગ્ય વિભાગે દરોડા પાડતાની સાથે વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો આરોગ્ય વિભાગની 5 જેટલી ટીમોએ દરોડાની કાર્યવાહી સાથે કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીઓ તેમજ કાર્બાઇડ પાવડરથી પકવવા મુકેલી કેરીઓનો વિપુલ જથ્થો જપ્ત કરી લીધો હતો અને કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીનો જથ્થો સ્થળ પર નાશ કર્યો હતો .

(9:44 am IST)