Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પાટણ જિલ્લાના ગંગેટ ગામની સરકારી શાળાને મોર્ડન બનાવવા ૧૭ યુવકોનો અભૂતપૂર્વ ફાળો

પાલનપુરઃ પાટણ જિલ્લાના ગંગેટ ગામમાં સરકારી શાળાને મોર્ડન બનાવવા માટે ૧૭ યુવકોઅે કમર કસી છે અને દરરોજ ૧ ડોલરનું ડોનેશન આપીને વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની બહાર રહેતા આ ગામના 17 ગુજરાતીઓ સ્કૂલને ડેવલપ કરવા માટે દરરોજ 1 ડૉલર રૂપિયાનું કન્ટ્રીબ્યૂશન કરે છે. આ 17માંથી 15 યુવાનો અમેરિકામાં રહે છે જ્યારે 2 યુવાનો કેનેડામાં રહે છે. તેઓ દર વર્ષે સ્કૂલના અકાઉન્ટમાં જથ્થાબંધ ભંડોળ ટ્રાન્સફર કરે છે. સ્કૂલના કન્વિનર અને નેશનલ અવોર્ડ વિનિંગ ટીચર બેચર પટેલે કહ્યું કે દર વર્ષે 365 ડૉલરનું કન્ટ્રીબ્યુશન મળી રહ્યું છે.

ઓહાયોમાં રહેતા અમૃત પટેલે કહ્યું કે, “મારો જન્મ થયો ત્યારે જ મને અહીં લાવવામા આવ્યો હતો. નાનપણમાં હું ગંગેટના ગ્રાઉન્ડમાં રમ્યો છું. 2016માં હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યો અને અમે ગંગેટ માટે કંઇ કરવાનું નક્કી કર્યું. એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના ઉદ્દેશ્ય સાથે અમે દરરોજ એક ડૉલરનું ડોનેશન આપવાનું નક્કી કર્યું હતું.

અમૃત પટેલે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના આશિર્વાદ મળ્યા બાદ મેં ગંગેટ ગામના જ વિદેશમાં રહેતા 16 યુવાનોનો સંપર્ક સાધ્યો, અને તે તમામ લોકો ગામની શાળા માટે દિવસનો એક ડૉલર તારવવા માટે તૈયાર થઇ ગયા. બાદમાં NRGs એક સાથે મળીને એનઆર સન્સ ઑફ ગંગેટનામનું એસોસિએશન સ્થાપ્યું અને અમે તમારા, તમે અમારાસ્લોગનની સાથે પોતાના ગામ માટે ગર્વ અપાવડાવે તેવું કામ કરી બતાવ્યું. જણાવી દઇએ કે આ ગામની વસ્તી 2500ની છે.

સતત મળી રહેલી નાણાકીય સહાયને પગલે અનુપમ પ્રાથમિક શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો આવ્યો. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ, કોમ્પ્યુટર લેબોરેટરી, લાઇબ્રેરી, ડિઝિટલ બોર્ડ સહિતની આ સ્કૂલમાં તમામ સુવિધાઓ છે. આ સ્કૂલમાં ગંગેટ અને આજુબાજુના ગામમાંથી કુલ 206 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ઉપરાંત આ તમામ યુવકોએ નક્કી કર્યું કે જે વિદ્યાર્થી ભણવામાં હોંશિયાર છે અને તે ગરીબ પરિવારમાંથી આવે છે કે અનાથ છે તેવા ઓછામા ઓછા એક બાળકને ગોદ લેશે.

(7:22 pm IST)