Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સરકારી ગોડાઉનમાં આગના બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગના ૧૪પ ઉચ્‍ચ અધિકારીઓની બદલી

ગાંધીનગરઃ રાજ્યમાં જુદા-જુદા શહેરોમાં ટેકાના ભાવે ખરીદીને રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ગોડાઉનોમાં થતી ગેરરીતિ ડામવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ૧૪પ ઉચ્‍ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા 2-3 મહિનામાં સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થયો છે. છેલ્લા 3 મહિનામાં 3-4 આગ લાગવાની ઘટના સામે આવી છે. જેને લઈને સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  સાથે જ સરકારે આદેશ કર્યો છે કે જે સ્થળ પર અધિકારીઓની બદલી કરવામાં આવી છે તે સ્થળ પર હાજર થઈ જાય. આ સાથે જ તેમને એક પણ રજા વર્તમાન સમયમાં નહિ આપવામાં આવે તેઓ આદેશ પણ આપવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ સુચના આપી છે કે તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ નહિં ચલાવવામાં આવે.

આમ સરકારી ગોડાઉનમાં થતી ગેરરીતિને ડામવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અને તાત્કાલીક ધોરણે 145 અધિકારીની બદલી કરી છે.

(7:15 pm IST)