Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નવાગામ તથા બામણગામ પ્રા.શાળાની અનડીટેક્ટ ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ની સુચના મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બાતમીદારો રોકી ગુના ડીટેક્ટ કરવા જણાવતા સાગબારા પો.સ્ટે.વિસ્તારમાં તા .૨૨ ફેબ્રુઆરી-૨૦૨૧ ના રોજ નવાગામ પ્રાથમિક શાળામાં  ઇલેક્ટ્રોનીક્સ સાધનોની ચોરી થયેલ જેમાં સાગબારા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતી જે ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ તેમજ બાતમીદારથી બાતમી મેળવી ડાબકા ગામ ખાતે રહેતા શંકરભાઈ ભીમસીંગ ભાઇ નાયક મુળ રહે.બામણગામ તા.અક્કલકુવા જી. નંદુરબાર હોવાનું જણાતા તેને તેના રહેણાંક મકાનમાંથી ચોરીમાં ગયેલા ઇલેક્ટ્રીક સાધનો મળી નવાગામ તથા બામણગામ પ્રાથમિક શાળામાં ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો તેમજ આ ઉપરાંત આરોપીએ ઉમાન પ્રાથમિક શાળા તથા રાણીપરા પ્રાથમિક શાળા ખાતે પણ ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા તે ગુનામાં તેની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સાગબારા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.

(10:34 pm IST)