Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સાગબારા મામલતદાર કચેરીમા કરાર આધારીત કોમ્યુટર ઓપરેટરની જામીન અરજી ફગાવતી રાજપીપળા કોર્ટ

ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતેની મામલતદાર કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુમિત યશવંતભાઇ વસાવાના રેગ્યુલર જામીન શુક્રવારે  રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ કરાયા છે ,
ગત તા .૨૬ માર્ચ ના રોજ પોલીસ ઈન્સપેકટર,નર્મદા એ.સી.બી.પો.સ્ટે.રાજપીપળા ને મળેલી ફરિયાદ મુજબ ફરીયાદીના કુટુંબની જમીનના ભાગ પડેલ જેમાં ફરીયાદીને યોગ્ય ભાગ નહીં મળતા કોર્ટમાં અરજી માટે ફરીયાદીના પિતા હયાત ન હોય , ફરીયાદીના નામે પાવર ઓફ એટર્ની બનાવવા માટેના કાગળો તૈયાર કરેલા અને મામલતદારની સહી કરવા માટે મોકલતા મામલતદાર કચેરીના સુમિત યશવંતભાઇ વસાવા,કરાર આધારીત કોમ્યુટર ઓપરેટર એ મામલતદારની સહી મેળવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ .૨૫૦૦ / - ની માંગણી કરેલ જે રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસ ઈન્સપેકટર એ.સી. બી. રાજપીપળા એ લાંચનું છટકુ ગોઠવી સુમિત વસાવા ને ફરીયાદી પાસેથી રૂ .૨૫૦૦ / - લાંચ સ્વીકારી ઝડપી લીધા બાદ તેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો,જેમાં સુમિત વસાવાએ નામદાર સેશન્સ કોર્ટ,રાજપીપળા ખાતે રેગ્યુલર જામીન અરજી દાખલ કર્યા બાદ તપાસ અધિકારી એ સોગંદનામું ફાઇલ કરતાં,તેમજ આરોપી વિરૂધ્ધ દસ્તાવેજી પુરાવા , સાંયોગીક પુરાવા,ટેકનિકલ પુરાવાઓને ધ્યાને લઇ તથા સરકારી વકીલ જે.જે.ગોહિલની ઘારદાર દલીલો બાદ યશવંત વાસવાના રેગ્યુલર જામીન રિજેકટ કર્યાં છે .

(10:31 pm IST)